(215) ભેદભરમની ભીતરમાં – ભૂતપ્રેત (3)

મારા વાંચકોએ ‘ભૂતપ્રેત’ ના વિષયે સાવ સંક્ષિપ્ત એવી મારી એક વાર્તા ‘The Proof’ જેનો મેં ‘સાબિતી’ શીર્ષકે અનુવાદ પણ આપ્યો છે તે વાંચી હશે. એ વાર્તા વિષે કહું તો એ માત્ર સાહિત્યિક રચના જ હતી અને તે સંપૂર્ણપણે કાલ્પનિક હતી. ભૂતપ્રેતના અસ્તિત્વ વિષે મતમતાંતરો હોવા છતાં સૌ કોઈ જન ભૂતના વાસ્તવિક કે કાલ્પનિક એવા ભયથી [...]

(214) અપમાનજનક દાંપત્ય સંબંધો કે ઘરેલુ હિંસા

Click here to read in English
થોડાક મહિના પહેલાં કોઈક વેબસાઈટ ઉપરની ગરમાગરમ સમાચાર કોલમે મને પ્રોત્સાહિત કર્યો હતો કે મારે ઉપરોક્ત વિષયે કંઈક લખવું અને એ કામે હવે હું અહીં ઉપસ્થિત છું. આગળ વધવા પહેલાં ઉપરોક્ત સમાચારને સંક્ષિપ્તમાં ધ્યાનાકર્ષિત કરવાની છૂટ લઉં છું. એક ૪૪ વર્ષીય ટી.વી. અને ફિલ્મ કલાકાર ચાર્લિ શીન (Charlie Sheen)ની તા.૨૫-૧૨-૨૦૦૯ [...]

(213) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – ૨ (સંપૂર્ણ)

‘હેલો, વલીભાઈ. વેબ કેમેરાથી અમે ત્રણેય જણ તમને દેખાતા હોઈશું જ. મારા ફોનનું સ્પીકર On છે. મારી પાસેના બે મિત્રોને ઓળખી લો. ‘રાત્રિ’ પણ તેમના ઘરેથી આપણી સાથે જોડાએલા છે. લ્યો, પૂછવાનું શરૂ કરો.’
‘ભાઈઓ, જરા તમારાં નામો જણાવશો?’
‘ના જી, અમારાં નામોથી આપને શું નિસ્બત? અમારાં કામથી જ અમને જાણી લો. હું છું Liar અને મારો [...]

(212) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – ૧

‘હેલો, વલીભાઈ’
’આપ કોણ? ઓળખાણ આપશો, જરા!’
’જરા શું, પૂરી આપીશ! પરંતુ, અવાજ ઉપરથી ઓળખાણ ન પડી? ભલે તો અંદાજે નામ બોલતા જાઓ, સાચું નામ આવશે ત્યારે ‘હા’ પાડીશ!’
’અમેરિકાથી સુરદા?’
’ના’
‘તો પછી, ‘રાત્રિ’?’
’મને લાગે છે કે તમે આઠદસ નામ એકસાથે બોલી નાખો! તેમાં મારું નામ આવશે તો તરત હા પાડી દઈશ! આજે તો તમારી પરીક્ષા કરવી છે!’
’ટકલુ, ફેટી, [...]

(211) મરહુમ જનાબ ‘સુફી’ સાહેબને નિવાપાંજલિ

Click here to read in English with Image
મારા કેટલાક વાંચકોએ જુન ૧૨, ૨૦૦૮ થી મારા બ્લોગ ઉપર મારા કોઈ આર્ટિકલ ન દેખાતાં મને પૃચ્છા કરી હતી. મારા કારોબારના આ દિવસોમાં મારી વ્યસ્તતાના કારણે હું મારી બ્લોગીંગ પ્રવૃત્તિમાં થોડોક નિષ્ક્રીય હતો. એવામાં મારા એક મિત્રે અચકાતાં અચકાતાં મને મેઈલ કરી હતી કે હું મારી તબિયત બાબતે [...]

(210) ભેદભરમની ભીતરમાં – આસ્થા કે ઈમાન! (૨)

મારા અગાઉના આ શીર્ષકે લખાએલા લેખ પછી કેટલાક મિત્રોનાં સૂચનોથી મને એવું પ્રોત્સાહન સાંપડ્યું છે કે મારે મારા જીવનમાં અનુભવાએલી આવી ભેદભરમને ઉજાગર કરતી અન્ય કોઈ વાતોને લેખશ્રેણી રૂપે રજૂ કરવી. આમેય મારા બ્લોગનું શીર્ષક પણ છે, “William’s Tales” (વિલિયમની વાતો) અને તેથી જ હું છેલ્લાં ત્રણેક વર્ષથી વિવિધ વિષયો ઉપર વાતો જ કરતો આવ્યો [...]

(209) Abusive Spousal Relationships or Domestic Violence

Click here to read in Gujarati 
Some months ago on a Web-site, a fresh and hot news column had struck up my mind to write down something on the above subject and now I am here. Before I proceed on, I take liberty to highlight the above news in precise. A TV and Movie Actor, Charlie Sheen of 44 was arrested [...]

(208) “દાનધર્મ” માં ભાવનાનું મૂલ્ય

Click here to read English version (Preamble)
જગતના તમામ ધર્મોમાં ‘દાનધર્મ (સખાવત)’ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ અજ્ઞાત કથન છે કે ‘પ્રત્યેક ધર્માદાકાર્ય સ્વર્ગ તરફ ગમન કરવા માટેના પથ્થરના પગથિયા સમાન છે.’ આ વિધાન કદાચ ધાર્મિક મનોવૃત્તિવાળાઓ માટે સત્ય હોઈ શકે, પણ તેવાઓનું શું કે જેઓ સ્વર્ગ કે નર્કમાં માનતા નથી અને ઈશ્વરના [...]

(207) “રૂદન” – માનવજીવનની લાગણીઓની એક અજોડ અભિવ્યક્તિ!

Click here to read in English version with Images
આપણી પાસે કોઈ ઠોસ અને નિર્ણયાત્મક સાબિતી નથી કે જે થકી આપણે કહી શકીએ કે મનુષ્ય સિવાયનાં અન્ય પ્રાણીઓ પણ રૂદન કરતાં હશે! આ લેખ માનવીઓ ઉપર કેન્દ્રિત હોઈ આપણે પ્રાણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. ટોમ લુત્ઝ (Tom Lutz) નામના જીવવિજ્ઞાની લાક્ષણિકતાઓને અનુલક્ષીને આંસુઓના ત્રણ પ્રકાર [...]

(206) પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ

Click here to read in English 

આજે ૭મી જુલાઈ છે અને તે મારો જન્મદિવસ છે. આગળ વધવા પહેલાં સ્પષ્ટતા કરી લઉં કે આ આર્ટિકલ એ મારો અંગત ન રહેતાં સૌ કોઈને લાગુ પડતો સાર્વત્રિક બની રહે તેવો મારો ઈરાદો છે. મારો જન્મદિવસ એ તો માત્ર મારા આજના લેખને લખવા માટેના પ્રોત્સાહનથી વિશેષ કશું જ નથી. ભાષાકીય [...]

(205) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા – ૨ (સંપૂર્ણ)

શ્રી સુરેશભાઈ જાનીએ મારી પુનાની ત્રણ દિવસ ચાલેલી ધંધાકીય કોન્ફરન્સમાં વિષયના વ્યાપમાં આવતા અન્ય કોઈ અનુભવો હોય તો તેમને દર્શાવવાના કરેલા તેમની કોમેન્ટમાંના સૂચન ઉપરાંત માનનીય રેખાબેન સિંધલે પણ મને મારા લેખમાં આગળ વધવા વિચારશીલ એક એવો મુદ્દો પૂરો પાડ્યો છે કે લાગણીઓનું માત્ર જતન કરવાની વૃત્તિ કોઈ પ્રખર સત્ય કે સૈદ્ધાંતિક બાબતની અવગણનાનું કારણ [...]

(204) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૧

સંવાદમય સમાજના પ્રસ્થાપન માટે જરૂરી બની જાય છે કે વ્યક્તિઓ જ વ્યક્તિગત રીતે અન્યોન્ય સાથે સંવાદિતા સાધે. છેવટે તો વ્યક્તિઓ થકી જ સમાજ બને છે અને જેવી વ્યક્તિઓ તેવો સમાજ એવી એક સામાન્ય વ્યાખ્યા સંપન્ન થઈ ગણાય. હવે સાથેસાથે એ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો રહે કે બધા જ સમયે એ શક્ય નથી કે સમાજની પ્રત્યેક [...]

(203) ‘છેડતી કે પજવણી’ લેખ ઉપર એક ટિપ્પણી

Click here to read in English
મારા દ્વિવાર્ષિક બ્લોગલેખમાં જણાવ્યા પ્રમાણે હું મારા પોતાના બ્લોગ ઉપરાંત અન્ય કેટલીક વ્યાવસાયિક (Professional) વેબસાઈટ ઉપર પણ સક્રીય છું. SiliconIndia ઉપરના ‘છેડતી કે પજવણી’ વિષય ઉપરના જ્યોતિ સાચન નામે કાનપુરની MBAની એક વિદ્યાર્થિનીના એક બ્લોગલેખ ઉપરની મારી ટિપ્પણી અત્રે હું રજૂ કરવા માગું છું. જ્યોતિની વેબસાઈટ “Jyoti on net” છે [...]