(202) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી!

બળબળતા બપોરે બાપબેટા વચ્ચે એક જ ઘોડો અને તેઓ એક ગામથી બીજે ગામ સફર કરી રહ્યા છે. બેટાએ બાપને ઘોડે બેસવા દીધા છે અને પોતે પગપાળો સાથે ચાલી રહ્યો છે.
સામેથી આવતો એક વટેમાર્ગુ માર્મિક ટકોર કરતાં બોલે છે, ‘શો કળજગ આવ્યો છે! બાપ ઘોડે અને બેટો જોડે (ખાસડે અર્થાત્ પગપાળે)!’
બેટાએ જવાબ ફંગોળ્યો,’હે, કળયુગી જીવ! [...]

(201) સગપણ (નાતો)

Click here to read in English
મારી અમેરિકાસ્થિત ધર્મની માનેલી એક બહેનને લખવામાં આવેલા પત્રનો અંશ :
“વ્હાલી બહેન,
એક વખતે જ્યારે આપણે બધાં આપણા ધાર્મિક સ્થળેથી પાછાં ફરતાં હતાં, ત્યારે તેં મને તારી કારમાં બેસાડ્યો હતો અને એક પ્રશ્ન પૂછ્યો હતો કે “ભાઈબહેનના સંબંધોમાં કયો મહાન ગણાય – લોહીના સગે બનેલો કે લાગણીથી બંધાએલો?” તારા આ પ્રશ્નનો [...]

(200) ભાવપ્રતિભાવ -૪ (શ્રી સુરેશ જાની, અનુવાદક – ‘વર્તમાનમાં જીવન’)

એખાર્ટ ટોલ ( Eckhart Tolle)નું નામ જ ‘વર્તમાનમાં જીવન’ (The Power of Now) ના વાંચનથી પ્રથમવાર જાણ્યું, એટલે તેમનું અન્ય સાહિત્ય વાંચ્યું હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. મારા માટે તો તેમની કૃતિ પહેલી જ છે અને તેમાંય પ્રથમ નજરે જ પ્રેમ જેવું લેખક અને તેમના આ પુસ્તક માટે મને થયું છે. હળવાશે આગળ કહું [...]

(199) પ્રસન્નતા અને ગમગીની

Click here to read in English
અમેરિકા ખાતે સ્થિત મારી ભત્રીજી અનીસાના જન્મદિવસ ઉપરના મારા અભિનંદન પત્રનો એક અંશ : -
“મારી વ્હાલી દીકરી,
આજે તારો જન્મદિવસ છે. હું અહીં ભારત ખાતેના આપણા સંયુક્ત પરિવાર વતી માસુમીન (અ.સ.) ના વસીલા થકી સર્વશક્તિમાન અલ્લાહને દુઆ કરું છું તે પોતાની દયા અને મહેરબાની વડે તારા જીવનમાં દુન્યવી અને આધ્યાત્મિક ઉન્નતિઓ [...]

(198) ભેદભરમની ભીતરમાં – એક વિચાર (૧)

આજે હું જે કંઈ લખવા જઈ રહ્યો છું તે વિષય તો મારા મનમાં સ્પષ્ટ છે, પણ છેલ્લે આ લેખ સાહિત્યના કયા સાહિત્યપ્રકારના ચોકઠામાં ગોઠવાશે તેની તો મને પણ ખળે (અંતે) જ ખબર પડે કે ન પણ પડે! કદાચ એવું પણ બને … ચાલો વાત છોડો! આપણે કામથી કામ રાખીએ. એક વાત ચોક્કસપણે પહેલેથી જ જણાવી [...]

(197) ભાવપ્રતિભાવ – 3 (શ્રી સુરેશ જાની) * ઈશ્વરનો જન્મ

સ્નેહીશ્રી સુરેશભાઈ,
તમે ‘ઈશ્વરનો જન્મ’ વાર્તાનો English Version નો લિંક આપેલો, પણ સરસ મજાનો તેનો તમારો જ અનુવાદ પ્રાપ્ય હોઈ અહીં ગુજરાતીમાં જ મારો પ્રતિભાવ આપવા લલચાયો છું કે જેથી બહોળો વાંચકવર્ગ તેનો લાભ લઈ શકે.
સાહિત્યસર્જક પોતાની રચનાનો જન્મ આપીને માતા બનવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની ફોઈ બનીને નામાભિધાન પણ પોતે જ કરી લેતો હોય [...]

(196) ભાવપ્રતિભાવ – ૨ (શ્રી સુરેશ જાની) * કેલેન્ડર-એક અવલોકન

માનનીય સુરેશભાઈ,
આજના ‘કેલેન્ડર’ ઉપરના આપના અવલોકનની વાત તો પછી લખીશ, પણ આપની ‘અવલોકન’ની આખી લેખમાળા વિષે મારો પ્રતિભાવ પ્રથમ આપવાની મારી તાલાવેલીને હું રોકી નથી શકતો. આપણે પ્રાથમિક શિક્ષણ દરમિયાન ‘અવલોકન કરવાની ટેવ’ શીર્ષકે એક પાઠ ભણી ગએલા. એક વટેમાર્ગુ એક ઊંટવાળાના ખોવાએલા ઊંટની દિશા બતાવી દે છે, જો કે તેણે ઊંટને જોયું સુદ્ધાં ન [...]

(195) ભાવપ્રતિભાવ – ૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)

ડો. ચન્દ્રવદનભાઈ મિસ્ત્રીના બ્લોગ ઉપર ‘વ્યક્તિપરિચય-મિત્રતા’ શ્રેણીની રચનાઓને કાવ્યકૌશલ્ય કરતાં વિશેષે કરીને ભાવકૌશલ્યના પરિપ્રેક્ષ્યમાં માણવા જેવી છે. “૬૦+ ગુજરાતીઓ” ગ્રુપના હોમ પેજ તથા સ્વાગત સંદેશ ઉપર વયોવૃદ્ધોને બાળકો તરીકે સંબોધવામાં આવ્યાં છે. બાળકોની અનેક ખાસિયતો પૈકીની એક તેમની ‘નિખાલસતા’ સૌને ખૂબ જ પ્રિય હોય છે. ચન્દ્રવદનભાઈની એક બાળકના જેવી નિખાલસ અને કાલીઘેલી ભાષામાં જાણે કે [...]

(194) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!

Click here to read in English with Image of our mother
આજે માતૃદિન નથી કે જેને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ, મારા મનથી તો પ્રત્યેક દિવસ માતૃદિવસ જ છે. ધ્વનિ જોશી નામે ગુજરાતી બ્લોગર એક જગ્યાએ પોતાનાં માતુશ્રી પરત્વેની લાગણીને આલંકારિક ભાષામાં અભિવ્યક્ત કરતાં આ રીતે લખે છે કે માતાના ઉપકારોને યોગ્ય રીતે બિરદાવવા [...]

(193) એક સજ્જનનું મૃત્યુ

Click here to read in English
હું આજે એક એવી પ્રતિભાશાળી વ્યક્તિ વિષે વાત કરવા જઈ રહ્યો છું, જે આજે આ દુનિયામાં હયાત નથી. ટૂંકમાં હું કહી શકું કે તેઓ પોતાના સમયના સ્થાનિક Hero (નાયક) હતા. મારા તેમની સાથેના સંબંધોની કોઈ વ્યાખ્યા ન આપી શકાય, તેમ છતાંય એને ‘મિત્રતા’ એવું નામ તો જરૂર આપીશ. તેઓ [...]

(192) અવિરત પ્રગતિ

Click here to read in English
એક વાર મેં મારા પાડોશીના પુત્રને એસ.એસ.સી. પરીક્ષામાં ઝળહળતી ફતેહ મેળવવા બદલ અભિનંદનપત્ર પાઠવ્યો હતો. મારા માર્ગદર્શન મુજબ તેણે તેના કોલેજ શિક્ષણ દરમિયાન પણ પોતાનો એ જ જુસ્સો જાળવી રાખ્યો હતો, હાલમાં તે પોતાની IT કારકીર્દિ સાથે કેનેડા ખાતે સ્થિત છે. તેણે તો પોતાના અભ્યાસમાં એકધારી પ્રગતિ જાળવી રાખી, પણ [...]