(191) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૨ (રોહિણી)
Click here to read Gujarati story with Preamble in English
મારી વાર્તા ‘રોહિણી’ કે જે ગુજરાતી મેગેઝિન ‘ચાંદની’માં પ્રસિદ્ધ થઈ હતી, તેને અહીં રજૂ કરવામાં આવે છે. વાર્તા એક સુખી પરિવાર સાથે સંબંધિત છે. કેટલીકવાર કોઈક સામાન્ય મુદ્દાઓ કુટુંબની સંવાદિતાને ખલેલ પહોંચાડતા હોય છે. કોઈ એક પક્ષે આવા મુદ્દાઓનું સમાધાન કરવાની પહેલ થતી ન હોવાના કારણે [...]
(190) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૧ (પાણીનું મૂલ્ય)
Click here to read Gujarati story with Preamble in English
મારા ઓનલાઈન પ્રકાશન પાછળનો આશય મારા વાંચકોને માત્ર પ્રશિક્ષિત કરવાનો જ નહિ, નિર્દોષ મનોરંજન પૂરું પાડવાનો પણ છે. હું મારાથી બનતા સઘળા પ્રયત્ને વિવિધતાપૂર્ણ વિષયો ઉપર મારા લેખો આપું છું. તદુપરાંત હું એ પણ ખ્યાલ રાખું છું કે જેથી જુદીજુદી વયના વાંચકોને અનુકૂળ પડે એવા મારા [...]
(189) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૦ (લોટરી)
Click here to read Gujarati story with Preamble in English
પશ્ચિમના દેશોમાં સરકારી લોટરી લોકોમાં ખૂબ જ પ્રચલિત છે. લોટરીમાંથી પ્રાપ્ત થતી આવક રાજ્યો કે દેશનાં લોકકલ્યાણનાં કામોમાં વપરાય છે. લોટરી રમનારા બહુ જ મોટી રકમનાં રોકડ ઈનામો જીતી શકે છે અને કોઈક તો રાતોરાત ખૂબ જ ધનિક પણ થઈ શકતા હોય છે. આમ છતાંય વધારે [...]
(188) Expositions of Chosen Poems – 2 (We Are Seven)
One more Exposition of William Wordsworth’s poem “We Are Seven” is here. I have numbered such Expositions in order to show my preparedness to give in succession many more such Posts in future. My Readers, if interested in original text of the Poem, may click here.
In the beginning, I would like to give you the [...]
(187) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૯ (પારિતોષિક)
Click here to read Gujarati story with Preamble in English
મારી ગુજરાતી વાર્તા ‘પારિતોષિક’ ને અહીં મારા ગુજરાતી વાંચકો માટે પ્રસિદ્ધ કરું છું. હું જ્યારે ૧૯૬૮ માં એમ.એ. પાર્ટ – ૧ માં અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે આ વાર્તા અમારા કોલેજ મેગેઝિન ‘માણિક્યમ્’ માટે પસંદ થઈ હતી. અહીં મારી વાર્તાની કથનશૈલી આત્મકથા રૂપે છે. વાર્તાનાં મુખ્ય [...]
(186) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૮ (ચાર, બસ ચાર જ!)
Click here to read Gujarati story with Image and Preamble in English
જ્યારે હું એમ. એ. પાર્ટ-2 માં અભ્યાસ કરતો હતો, ત્યારે અમારા કોલેજ મેગેઝિન ‘માણિક્યમ્’ માં પ્રસિદ્ધ થએલી એ ગુજરાતી વાર્તા ‘ચાર, બસ ચાર જ!’ ને અહીં હું રજૂ કરું છું. અમારા ગુજરાતીના વિભાગીય વડા મુરબ્બીશ્રી જિતેન્દ્ર દવે સાહેબે મેગેઝિનના ધોરણને બંધબેસતી હોવા તરીકે ગણીને [...]
(185) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૭ (‘જળસમાધિ’ – પ્રણયકથા))
Click here to read Gujarati story with Images and Preamble in English
‘જળસમાધિ’ની પૂર્વભૂમિકા બહુ જ સંક્ષિપ્તમાં કહું તો, મારી ૨૦ વર્ષની ઉંમરે હું બહુ જ ઉત્સુક હતો કે કોઈક ગુજરાતી મેગેઝિનમાં મારી વાર્તા છપાય. એ દિવસોમાં ફક્ત ગુજરાતી ટૂંકી વાર્તાઓનો જ સમાવેશ કરતું ‘સવિતા’ નામે એક માસિક મુંબઈથી પ્રકાશિત થતું હતું. દર વર્ષે આ માસિક [...]
(184) બહલૂલ દાના, ચીંથરે વીંટેલું એક રત્ન
Click here to read in English
મારા આર્ટિકલ “A true story of an insane, but a sane person!” માં વચનબદ્ધ થયા મુજબ, હું આજે બહલૂલ દાના (શાણા) વિષે વાત કરી રહ્યો છું. બહલૂલ (જેમનું મૂળ નામ વહાબ બિન અમ્ર હતું) ઈરાકના અબ્બાસી ખલીફા હારૂન અલ રશીદ (ઈ.સ. 786-809)ના સમયમાં થઈ ગએલા ધનિક પરિવારમાંથી આવતા એક વિખ્યાત [...]
(183) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૬ (નખ્ખોદ!)
Click here to read Gujarati story with Preamble in English
કુટુંબ ચલાવવું અને દેશ ઉપર શાસન કરવું એ બંને સમકક્ષ છે. બંનેમાં સર્વગ્રાહી આવડત જોઈએ. કુટુંબ અને દેશના સરળ અને સફળ સંચાલન માટે અનુક્રમે જરૂરી હોય છે, પ્રણાલિકાઓ અને કાયદાઓ. આ બંને સામાજિક સંસ્થાઓના વડાઓએ જીવતા લોકો સાથે કામ પાર પાડવાનું હોય છે. ઘણીબધી સમસ્યાઓ સામે [...]
(182) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ –૫ (દીકરીવહુ)
Click here to read Gujarati story with Preamble in English
અહીં નીચે મારી એક ગુજરાતી વાર્તા આવશે. ટૂંકમાં કહું તો આ વાર્તા છેક ૧૯૮૦માં લખાઈ હતી, પણ થોડાક સમય પહેલાં એક હિંદી ચલચિત્ર ‘બાગબન’ પ્રદર્શિત થયું છે અને જોગસંજોગે મારી વાર્તા અને ચલચિત્રની પટકથામાં થોડાઘણા અંશે મળતાપણું આવે છે. આવું ઘણીવાર બનતું હોય છે, કેમ કે [...]
(181) આખરી અંજલિ – સંવેદનાના સૂર (સૌજન્ય લેખ)
Click here to read Gujarati Article with Image & Preamble in English
મારા અગાઉના આર્ટિકલ “As if Mr. Jeff is alive!” (જાણે કે મિ.‘જેફ’ જીવતા જ છે!) ને વાંચ્યા પછી મારા કેટલાક વાંચકોએ મને વિનંતિ કરી કે મિ.‘જેફ’ (જાફરભાઈ) ઉપર ગુજરાત સમાચારમાં શ્રી નસીર ઈસ્માઈલીએ ‘સંવેદનાના સૂર’ શીર્ષકે લખેલા લેખને આ ફલક ઉપર પ્રસિદ્ધ કરવામાં [...]
(180) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૪ (સમસ્યા)
Click here to read Gujarati story with Preamble in English
આમેય મારી કોઈપણ વાર્તાની પ્રેરણા મને ક્યાથી મળી તે દર્શાવવામાં મને કોઈ ‘સમસ્યા’ નડતી નથી હોતી. આવી બધી પ્રેરણાઓ જ તો તમારાં સર્જનોનાં ઉદગમબિંદુઓ બનતાં હોય છે ને! તમે એક વખત એ ખાસ બિંદુએથી શરૂ કરો અને બાકીનું બધું એની મેળે જ તમારી કલ્પનાઓ સામે આવતું [...]
(179) દેખીતા દિવાના, પણ શાણા એવા એક માણસની સાચી કહાની!
Click here to read in English
શાણપણ અને દિવાનગી એ માનવમનની એવી ગૂંચવાડાભરી સ્થિતિઓ છે કે જેમને ચુસ્ત રીતે એકબીજાથી અલગ પાડી શકાય નહિ. એકંદરે એમ માનવું પડે કે કોઈપણ પુરુષ કે સ્ત્રી એવી રીતે વર્તન કરે કે જે સામાજિક રીતે સ્વીકાર્ય હોય, તો તેને આપણે શાણી વ્યક્તિ તરીકે ગણી લેતા હોઈએ છીએ. અહીં એક રસપ્રદ [...]
(178) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૩ (સંઘર્ષ)
Click here to read Gujarati story with Image & Preamble in English
અંગ્રેજી નિબંધકાર અને Dream Children (સ્વપ્ન બાળકો) થી વિશેષ ખ્યાતિ પામનાર ચાર્લ્સ લેમ્બ (૧૭૭૫-૧૮૩૪) ના જીવન ઉપર આધારિત ‘સંઘર્ષ’ શીર્ષકે મેં એક વાર્તા (અપ્રસિદ્ધ) લખી હતી. આ વાર્તાની પાયારૂપ વિષયસામગ્રી હું જ્યારે અનુસ્નાતક (M.A.) નો વિદ્યાર્થી હતો, ત્યારે મને અમારા કોલેજ મેગેઝિન ‘માણિક્યમ્’ માંથી [...]
(177) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૨ (વિદાય)
Click here to read Gujarati story with Preamble in English
મારી ‘વિદાય’ શીર્ષકે એક ગુજરાતી ટૂંકી વાર્તા મારા ગુજરાતી વાંચકો માટે અહીં રજૂ કરું છું. અનામી વાર્તાનાયક (સૈનિક) અને તેની પત્ની (સ્મિતા) એકબીજાની વિદાય લેતાં જે લાગણીઓ અનુભવે છે તેના સંવેદનાપૂર્ણ સહભાગી થવા હું વાંચકોને નિમંત્રુ છું. કોઈ પણ સાહિત્યિક સર્જનમાં ‘વિપરિત પરાકાષ્ઠા’ ના કૌશલ્યને એવી [...]
