‘મૂર્ખતા!’ – એક રમુજી લોકકથા

Click here to read in English
આજના મારા વિનોદી આર્ટિકલ ઉપર આગળ વધવા પહેલાં, હું મારી અહીં રજૂ થનારી કૃતિના કથાવસ્તુનો ખરો જશ મારા વતનના જ એક હાથશાળના કારીગરની તરફેણમાં આપી દેવા માગું છું કે જેની પાસેથી વર્ષો પહેલાં રમુજી ટુચકાના રૂપમાં મેં એ વાર્તાને સાંભળી હતી. વળી આ તબક્કે હું એક બીજું રહસ્ય પણ છતું [...]

માર્મિક વિનોદી પ્રશ્નોત્તરી

Click here to read in English
આ લેખ મારા અગાઉના “Time-pass Crazy Q&A” (ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી) ના અનુસંધાને છે. અહીં તમને સંખ્યામાં નહિ, પણ ગુણવત્તામાં એવી વાંચનસમગ્રી મળશે, જે તમારી બુદ્ધિમત્તાને ધારદાર બનાવવા કદાચ સમર્થ પણ નીવડે! મારું આ ઉપાર્જન કે સર્જન મારાં કેટલીક મધ્યરાત્રિઓ સુધીનાં પળોથી માંડીને કલાકો સુધીનાં શયનખંડના ઝાંખા પ્રકાશમાં થએલાં ચિંતનના પરિપાકરૂપે [...]

સરવાળે શૂન્ય – એક બોધકથા

Click here to read in English
ગુજરાતીમાં એક મુહાવરો છે કે ‘વાઘને કોણ કહેશે કે તારું મોંઢુ બધો જ સમય ગંધાય છે!’ નીચે એક બોધકથા છે કે જે મેં ઉપરોક્ત મુહાવરાને આધાર બનાવીને વિચારી કાઢી છે. વળી મારો એવો કોઈ વિચાર પણ નથી કે કથાના અંતે મારે કોઈ બોધપાઠ દર્શાવવો, કેમ કે તે શીર્ષકમાંથી જ સ્વયં [...]

ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી

Click here to read in English
પ્રશ્નો એ જ્ઞાનપ્રાપ્તિની ચાવી સમાન છે. ઘણા વૈજ્ઞાનિકોએ તેમના મગજમાં ઉદભવેલા પ્રશ્નોની પ્રેરણા વડે જ અવનવી શોધો કરી છે; ઉદાહરણ તરીકે આઈઝેક ન્યુટન અને સફરજન. તત્વચિંતકોએ પ્રશ્નોના સહારે જ આધ્યાત્મિક રહસ્યોને જાણ્યાં છે. વિદ્યાર્થીઓ પ્રશ્નોથી જ જ્ઞાન મેળવે છે અને પ્રશ્નોથી જ તેમની પરીક્ષાઓ પણ લેવાય છે. શું, ક્યારે, કેવી [...]

મારાં હાઈકુ – 3

Click here to read in English
હાઈકુ ઉપરના મારા અગાઉના આર્ટિકલમાં, હાઈકુના બાહ્ય બંધારણ અને તેનાં લક્ષણો વિષે મેં વિસ્તારથી લખ્યું હતું. હવે, લાંબી વાત ટૂંકી કરતાં હું આ લેખમાં બે વધુ મારાં ગુજરાતી હાઈકુ આપીશ. વળી, મારા અંગ્રેજી વાંચકો માટે એ બંને હાઈકુના અંગ્રેજી અનુવાદ અને સાથે સાથે તેમનું અંગ્રેજીમાં જ વિવેચન પણ આપીશ. પરંતુ, [...]

Much Ado for Nothing – A Fable

Click here to read in Gujarati
There is a Saying in Gujarati as “Who can tell a tiger that its mouth smells bad all the times?” The following is a fable thought by me based on the above Saying with no any idea of mine to point out any moral lesson at the end as it [...]

જીવન અને સાહિત્ય

Click here to read in English
સંસ્કૃતમાં એક શ્લોક છે – “साहित्य संगीत कला विहीन, साक्षात् पशु, पूच्छविश्नहीन”. આનું ગુજરાતીમાં કંઈક આવું ભાષાંતર થાય : ‘સાહિત્ય, સંગીત (Classical – being the verse ancient) અને અન્ય કલાઓમાં રુચિ ન ધરાવનાર માણસ પૂંછડા અને શિંગડા વગરના પશુ જેવો છે.’ અહીં હું માનવ જીવનના સંદર્ભમાં માત્ર સાહિત્ય વિષે જ [...]

સાબિતી

Click here to read in English
શિયાળાના એ દિવસોમાં હું મારા મકાનના ધાબા ઉપર સૂર્યસ્નાન કરી રહ્યો હતો. એક અજાણી વ્યક્તિ તેના વિચિત્ર ચહેરા ઉપર સ્મિત રેલાવતી મારી સામે આવીને ઊભી રહી. હું તેને કંઈક પૂછું તે પહેલાં તેણે જ મારી સામે કોઈપણ જાતના સંદર્ભ વગર જ સીધો એક પ્રશ્ન મૂકી દીધો.

”તમે ઈશ્વરમાં માનો છો?”
“ના, બિલકુલ [...]

‘સબ બંદરકે બ્યૌપારીઓ’ ની કોઈ અછત ખરી!

Click here to read in English
મારા આજના લેખનું શીર્ષક એ મારા મૂળ અંગ્રેજી શીર્ષક “No scarcity of Jacks of all! નો ભાવાનુવાદ છે, એટલે શબ્દે શબ્દ મેળવી લેવાની કડાકૂટમાં પડતા નહિ! મારા વિષયમાં બદલાવ લાવવા તથા તમારું દિલ બહેલાવવા આજે હું તમારી સામે ઉપસ્થિત છું. મારી ભૂતકાલીન યાદદાસ્તમાંથી કોઈક ઘટનાઓને અહીં રજૂ કરું તે પહેલાં હું Jack શબ્દને થોડોક જુદી [...]

પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!

Click here to read in English
આજકાલ દુનિયાના કોઈ એક કે અન્ય દેશોમાં હિંસાચારના સળગતા પ્રશ્નને લઈને મારું હૃદય દ્રવી ઊઠે છે અને તે અંગે મેં મારા અગાઉના લેખોમાં અવારનવાર કંઈક લખ્યું હોવા છતાં આજે થોડુંક વિશેષ લખવાની મને સ્ફૂરણા થઈ છે. લશ્કરો કે નાગરિકો દ્વારા નિર્મિત એવાં યુદ્ધો કે આંતરિક સંઘર્ષો કદીય સમસ્યાઓનો કોઈ કાયમી [...]

નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ

Click here to read in English
આ બધી માનવપાત્રીય નીતિકથાઓ કે માનવેતરપાત્રીય દૃષ્ટાંતકથાઓ સાહિત્યનાં એક જાતનાં સ્વરૂપો કે પ્રકારો છે. આ રચનાઓ ગદ્ય કે પદ્યરૂપે હોય છે અને સાંભળનાર કે વાંચનાર માટે ધાર્મિક કે નીતિવિષયક શિખામણ સાથે અંત પામે છે. આ વાર્તાપ્રકારનાં મૂળભૂત સ્રોત ધાર્મિક સાહિત્યમાંથી મળે છે, તો કેટલીકવાર તેમના ઉત્થાનને આપણે જાણી શકતા નથી [...]