Jal-samaadhi, a love story (Gujarati)-Part I (જળસમાધિ – ૧)
A very brief background of this story is that I was very enthusiastic of getting my stories published in some Gujarati Magazines at my age of 20. In those days, a Gujarati monthly Magazine ”Savita” was being published from Bombay publishing exclusive Gujarati short stories. Every year, this magazine arranged a ‘Story Competition’ for having good stories for their Magazine. For two or three years, I participated in this competition; and lastly this “Jal-samaadhi” was selected not as any prize-winner, but as one of the best stories next to first three in the year 1965. In this way, my dream came true and I got inspiration to proceed on in this field of literature with its print publication.
Critics may find this story not meeting with the standard and form of the present Gujarati short story; but if they evaluate it in context to that particular year, I think, they will find it okay. I am tempted to publish it here on my blog due to the only reason that this story was a milestone for me in those days and presently I consider it as the foundation stone of my literary activities going on.
Meanwhile, I thank my Gujarati Readers spread over world-wide for their encouraging visits to my blog and comments on my Articles.
I take your leave with warm Invitation to my story below. Please, go on.
જળસમાધિ – ૧
ઓતરાદી દિશામાંથી ઝડપભેર આવતો અનિલ સીમનાં ખેતરો પર છવાયેલા અનાજના છોડવાઓને હાથતાળી દેતોકને આગળને આગળ વધી રહ્યો હતો. નજરમાં ન સમાઈ શકે તેટલા વિશાળ પટ પર ધાન્ય ઊભેલું હતું. આકાશમાં વિહંગનાં ટોળેટોળાં આમથી તેમ ઊડી રહ્યાં હતાં.
ગામથી થોડેક દૂર આવેલા એક ખેતરમાં જુવારના સાંઠાઓનું ઊંચું ઊભેલું વન પવનની લહેરકીથી હાલી રહ્યું હતું. સાંઠાઓ ઉપર જારિયાં બાઝેલાં હતાં અને તેમાં મોતી જેવા દાણા ચમકતા હતા. ખેતરમાં સૂડા અને ચકલીઓનાં ટોળાં આ મોતીના દાણા ચણવા આવતાં, ત્યારે ડબલાનો અવાજ ગાજતો. પણ, આ અવાજથી ટેવાઈ ગએલાં પંખીડાં નિર્ભય રીતે પોતાની કઠણ ચાંચ જારિયાં પર ઠોકતાં હતાં. ત્યાં તો અચાનક હવામાં વિંઝાતી ગોફણમાંથી પવનવેગે માટીનો ગોળો આવતો અને ફર..ર..ર.. કરતાં પંખીડાં ઊડી જતાં.
ખેતર વચ્ચે જ ઊભા કરેલા એક માળા ઉપર વીશેક વર્ષનો એક તરુણ ચિત્રવિચિત્ર અવાજ કાઢતો ચોદિશાએ માટીનાં ઢેફાંનો પ્રહાર કરી રહ્યો હતો. ગોફણમાંથી સન..ન..ન કરતો એક ગોળો તીરની જેમ છૂટ્યો અને જુવારના ખેતરને પાર કરતોકને બાજુના જ ખેતરમાં વાંકી વળીને ઘાસ લેતી એક કન્યાથી થોડે દૂર જઈ પડ્યો. દાતરડાને હવામાં ઉછાળતી એ કન્યા ઊભી થઈને ટહુકી: ‘અલ્યા ખુશાલ, કાંઈ ભાંગ પીને માળા ઉપર બેઠો છે કે! જરા ભાન રાખ્ય, ભાન! કો’કની છોડીને લોહીથી રંગવી છે કે શું?’
‘અલી રૂપા, તું ત્યાં મૂઈ છે! ઈં તો તીં દેખા દીધી નહિ ઈંનો ગુસ્સો આ પંખીડાં ઉપર ઠાલવતો હતો.’ આમ કહેતો ખુશાલ માળા ઉપરથી નીચે કૂદી પડ્યો. દોડતો જઈને રૂપાના હાથમાંથી દાતરડું છીનવી લેતાં બોલ્યો, ‘જા, તું તારે માળા માથે સૂઈ જા. અબઘડી હું ભારો કરી દિયું છું. તું વળી ક્યાં લગી કે’ડ્યો તોડીશ?’
થોડીવારમાં ખુશાલ ભારો બાંધી રહ્યો કે તરત જ દોડતો માળા પાસે ગયો અને બેઉ હાથે તેને જોશથી હલાવવા માંડ્યો. માળા ઉપર ચત્તી સૂતેલી અને હાથમાં તણખલું રમાડતી રૂપા નીચે ડોકિયું કરતાં ગરજી, ‘કાંઈ મદન હાલ્યો છે કે શું? આમ આવ્ય, ઉપર આવ્ય.’
‘અરે ઉપર તો શીદ ને અવાય! ત્યાં પેલા કૂવે પરસોભા કોસ કાઢે છે, ઈ આપણ બેઉને જોઈ જાય, તેના કરતાં તું નીચે આવ્ય ને! આંય જારના સાંઠાઓમાં આપણને કોઈ નહિ જૂએ.’
રૂપાએ માળેથી પડતું મૂક્યું અને ખુશાલે તેને ઝાલી લીધી. પણ, જાણી જોઈને ધીમેથી તેને જમીન પર પડતી કરી અને રૂપાના મોંમાંથી ‘ઓય બાપ!’ નીકળી ગયું. ખુશાલ નીચે બેસી ગયો અને રૂપા તેના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. યૌવનથી ચળકતા કપાળ પર વિખરાએલી વાળની કાળી લટને ખુશાલ રમાડતો રહ્યો અને રૂપાના રૂપને ધરાઈ ધરાઈને પીતો રહ્યો. જેવી ખુશાલની આંગળીઓ સળવળવા માંડી અને રૂપાના દેહ સાથે અઘટિત ચેષ્ટાઓ કરવા માંડી કે તરત જ રૂપા ખુશાલની રમણઘેરી આંખોને કળી ગઈ અને હરણીની જેમ સફાળી ચમકીને દોડી જતાં બબડી, ‘ જોજે, ભાન ભૂલતો! નહિ તો તારી હારે વાત પણ નહિ કરું, સમજ્યો?’
સાચે જ સ્ત્રી જેટલી ઊર્મિઓને વશમાં રાખી શકે છે, તેના હજારમા ભાગ જેટલી પણ પુરુષ રાખી શકતો નથી. પ્રેમની લપસણી ભૂમી પર સ્ત્રી સમતુલા જાળવી શકે છે, પણ પુરુષ તો લપસી જ પડે છે. આમ છતાંય સ્ત્રી જેટલી ધીર અને ગંભીર હોય છે, તેટલી જ જ્યારે ઊર્મિ મર્યાદા ઓળંગી જાય ત્યારે ત્વરિત ચલિત પણ થઈ જતી હોય છે.
નિરાશ વદને ખુશાલ રૂપાને ભારો ઉપડાવવા ગયો. પછી પોતે માળા ઉપર ચઢીને માથે ભારાસોતી રૂપરૂપના અંબાર સમી રૂપાને દૂર દૂર સુધી જતી જોઈ રહ્યો. તેના દિલમાં અસંખ્ય કીડીઓ જાણે ડંખવા માંડી “અરે રે! હું આ શું કરી રહ્યો છું? હું કોણ અને રૂપા કોણ? શું આ ભવે મિલન થવું શક્ય હતું? શું હું ઝાંઝવાનાં જળ પાછળ તો નથી દોડી રહ્યો? અરે, હ્રદય! આ બધી સ્વપ્નસૃષ્ટિ સંકેલી લે. તારું ભાગ્ય તો ટૂંકું છે. પરસાભાની દીકરી તો કોઈક ઉજળિયાતના ત્યાં જ પણી ભરશે! તેં કદીયે કૂળની મર્યાદાનો વિચાર કર્યો છે ખરો? રે, જીવ! બધી માયા ભૂલી જા.”
આમ ને આમ સાંજ ઢળી ગઈ.
* * * * *
પરસોતમ મુખીનું ઘર ગામ આખાયમાં આબરૂદાર અને પૈસેટકે સુખી ગણાતું. એમના કુટુંબમાં પોતે, પોતાની પત્ની, રૂપા અને રૂપાનો ચારપાંચ વર્ષનો ભાઈ માત્ર હતાં. ખેતરમાં સાથી તરીકે કામ કરતો ખુશાલ પણ કુટુંબના માણસ જેવો થઈ પડ્યો હતો.
ખુશાલ સાત-આઠ વર્ષનો હતો, ત્યારે તેની વિધવા મા પણ દેવલોક પામી ગઈ હતી. બસ, ત્યારથી જ મુખીએ તેને પોતાના ઘેર રાખી લીધો હતો. આજ સુધી ખુશાલને આ ઘર પારકું લાગ્યું નથી અને મુખીએ તેને પારકો ગણ્યો નથી. સગા છોકરા કરતાં પણ વધુ હેતભાવ પામેલા ખુશાલ ઉપર મુખિયાણીના પણ ચારેય હાથ હતા. ખુશાલ પણ કહ્યાગરો અને કામની ચીવટવાળો હતો. તેને જે કામ બતાવવામાં આવતું તે ખૂબ કાળજીથી કરતો. મુખીના બોલ પડે અને તેના પગ ઉપડે. કોણ પેલી કહેવત નહિ માને કે ‘કામ કર્યું તેણે તો કામણ કર્યું!’ ખુશાલ પણ તેના આ ગુણથી સહુનો માનીતો થઈ પડ્યો હતો. ખુશાલ ભલે પછાત કોમનો છોકરો હતો, પણ છતાંય શાહુકારના છોકરાને શરમાવે તેવો હતો. કોઈ અજાણ્યો માણસ તો તેને પછાત કલ્પી પણ ન શકે. ખરેખર, વિધાતાએ આવા હીરલાને ક્યાં જન્મ આપ્યો હતો! સાચે જ વિધાતાના ભેદને કોઈ પામી ન શકે.
રૂપા અને ખુશાલ વચ્ચે માત્ર બેએક વર્ષનો તફાવત હતો. રૂપાએ તો હવે યુવાનીમાં પ્રવેશ કર્યો હતો. તેનું ભરાવદાર મોં ચરબી ચઢેલા શરીર ઉપર નમણું લાગતું હતું. તેની ચાલ પણ મદમસ્ત બનેલી હાથણી જેવી લાગતી હતી. તેનાં પયોધર છાતી ઉપરના વસ્ત્રને ફાડવા મથતાં હતાં.
ખુશાલ પણ હવે યુવાનીને ઉંબરે આવી ઊભો હતો. મૂછનો ફૂટેલો દોરો તેની યુવાનીની ચાડી ખાતો હતો. તેના ભરાવદાર સ્નાયુઓથી શરીર એટલું તો સુડોળ લાગતું હતું કે ઉજળિયાત વર્ણની કુમારિકાઓ જ્યારે પાણીની હેલ માથે મૂકીને જતી ત્યારે તેને ટીકી ટીકીને જોઈ રહેતી અને મનોમન અફસોસ કરતી કે જો ખુશાલ પોતીકી નાતનો હોત તો માબાપની ઉપરવટ જઈને પણ તેને જ વરત!
બીજી કુમારિકાઓ તો ખુશાલનું સાહચર્ય ક્યાંથી માણી શકે, પણ રૂપા તો નસીબદાર હતી! બાળપણથી આજ સુધી રૂપા તો ખુશાલના સાન્નિધ્યમાં જ રહી હતી. પરસાભાનો વિશ્વાસ જીતેલો ખુશાલ સદાય રૂપા સાથે ખુશાલી માણતો રહ્યો, પણ આ ખુશાલી માત્ર વાર્તા-વિનોદ અને મસ્તી તોફાન પૂરતી જ હતી. હજી તેઓ ખુશાલીની પરાકાષ્ઠાએ તો નહોતાં જ પહોંચ્યાં.
* * * * *
- વલીભાઈ મુસા
પ્રકાશિત ‘સવિતા’ (૧૯૬૫)

अच्छी ब्लॉग हे / आप की लेखनी पड़कर बहुत खुश हुवा / आप गुजराती मे टाइप करने केलिए कौनसी टाइपिंग टूल यूज़ करते हे ?
रीसेंट्ली मैने यूज़र फ्रेंड्ली इंडियन लॅंग्वेज टाइपिंग टूल केलिए सर्च कर रहा ता, तो मूज़े मिला… ” क्विलपॅड “… आप भी ‘क्विलपॅड’ http://www.quillpad.in को यूज़ करते हे क्या…?
Valibhai, Read the 1st part of the Story now after reading the 2nd part…yet I enjoyed it…..you had started the story with the “meeting of Rupa & Khushal ” as 2 friends who seem to love eachother…then, revealed their identities as Rupa being the daughter of the Mukhi & Khushal as a son of a labourer whose widowed mother had died when Khushal was a small child cared by Mukhi like
“his own son “…….. then I can make the connection to this story with what I had read in the 2nd part…Enjoyed reading as “Varta in Gujarati”. I know your command of English is “very good ” read your previous writings in English…..now, I must say you write “well” in Gujarati too..So keep wriing more Posts in Gujarati henceforth.
Chandrapukar ( Dr, Channravadan Mistry )
www,chandrapukar.wordpress.com
તમારા લખાણને હવે તમને મળી ને આનન્દ થાય ને ગૌરવ પણ!
રાજેન્દ્ર ત્રિવેદી
પ્રિય વલીભાઈ;
પ્રેમ;
વાર્તા જે સમયે લખાયેલી છે, તે સમયે લેખન મા આટલી ધાર દાદ માંગીલે તેવી છે. અલંકારીક વર્ણનો અનેપ્રસંગોની ગુથણી પણ સુંદર છે. કથામા વિજાતિય આકર્ષણ છે, પ્રણય નો અંગાર રાખ નીચે ઢંકાયેકલ છે પણ પ્રણયની આગ નથી. તેથી મને આ પ્રણય કથા ઓછી અને જાત-પાંત ના ભેદભાવો ના મૂળીયા કેટલાં ઊંડા હોય છે તે ઊજાગર કરતી કથા વધુ લાગી. કરુનણાંતિકા વાચકના હ્રુદયને તો હચમચાવી શકે છે પણ તેના સંસ્કારો ને કે સમાજના ભયને નહી એ એક હકિકત છે. માણસ જે સમાજ થી ભયભીત છે તે સમાજ છે શું? આપણા જેવા જ રુગ્ણ લોકોનો સમૂહ.આપણે સુધરીયે તો સમાજ પણ સુધરે તે હકિકત આપણ ને સમજાતી નથી. આપણે સમાજને નામે આપણી દુર્બળતાઓ છુપાવવાનુ એક સાધન બનાવી દીધું છે. આપણને ખબર છે કે સમાજને ગમે તેટલી ગાળો દઈશૂં તો તેની કોઈ પ્રતિક્રિયા નથી થવાની. એટલે આપણું ચાલક મન સમાજને કોશતું આવ્યું છે અને આપણને તેની ખબર પડતી નથી.
અનેક સમાજ સુધારકો અને પોતાની જાતને જાત-પાંતના ભેદભાવોથી પર સમજનારા લોકોને જ્યારે પોતાના દિકરા દિકરીઓને પરણાવા હોય છે ત્યારે પોતની નાત મા જ પરણાવવાના આગ્રહી હોય તેવું જોવા મળે છે.કહેવાતી હલકી વરણની વચમા હું સાત મહિના રહેલ ત્યારે મને ખબર પડી કે તેઓ પણ આવીજ માનસિકતા ધરાવે છે. ચમાર પોતાની દિકરી ને ભંગીના ઘરમાં આપવા તૈયાર નથી હોતો. અનેક સંતોએ જાત-પાંત ના ભેદભાવ મિટવવા પ્રયત્નો કર્યા છે, પણ તેના મૂળીયા ઘણા ઉંડા છે. સફળતા થોડા ઘણા અંશે મળી છે પણ હજી ઘણૂ બધું કરવું પડે તેમ છે. આ દિશા મા તમારો પ્રયત્ન સરાહનીય છે. મારા ગુરુ કહેતા કે,”હિન્દુ અને મુસલમાનમા રહેલ વૈમનશ્ય દૂર કરવાનો એકજ ઈલાજ છે. હિન્દુ મુસલમાન લગ્ન. મા મુસલમાન હોય અને બાપ હિન્દુ હોય તો બાળક મંદિર પણ નહી તોડી શકે કે મસ્જીદ પણ.” પરંતુ હજી દિલ્હી બહુ દૂર છે. હજી હિન્દુ અને મુસલમાનની માનસિકતા આ હદે બદલાય તેને ઘણીવાર છે.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ.
શરદ.